|| સુસ્વાગતમ ||

આદરણીય વડીલો, મિત્રો,ભાઇઓ -બહેનો સાદર પ્રણામ

        વિજ્ઞાન ટેકનોલોજીની દુનિયામાં ઇન્‍ટરનેટ જેવા માહિતીની શકિતશાળી માધ્‍યમ વડે સમાજની તમામ પ્રકારની માહિતી મેળવવાનુ’ એક માત્ર સાધન છે ‘‘વેબ સાઇટ‘‘ મહાન પ્રતિભા  વિધાનો ભંડાર, સ્‍વતંત્ર ભારતના સંવિધાનના ઘડવૈયા અને ભારતના સાચા રત્‍ન અને ભારતની પ્રજા જેઓને બાબા સાહેબના હુલામણા નામથી ઓળખે છે. તેવા સમાજ ઉધ્‍ધારક ડો. ભીમરાવ આંબેડકરના કાર્યોમાંથી પ્રેરણા લઇ સમાજને સામાજીક, શૈક્ષણિક, આર્થિક અને આધ્‍યાત્‍મિક ક્ષેત્રે સબળ બનાવવા અને સમાજમાં આવેલ પરિવર્તનને ધ્‍યાનમાં રાખી મજબુત કરવાનું ધ્‍યેય છે કે જેમાં "દલિત" શબ્દને બદલે "અનુસુચિતજાતિ" શબ્દ માટે પત્ર  No.12017/02/2018 મુજબ બંધારણીય રાષ્ટ્રિય ભાષાના સંદર્ભમાં  ઉપયોગ કરી અનુસુચિતજાતિ ની તમામ36 જ્ઞાતિઓને સામાજિક,આર્થિક,માનશિક,શારીરિક,ધાર્મિક,શેક્ષિણીક અને આધ્યાત્મિક રીતે ટકી રહે તેમજ અનુસુચિત જાતિ સમાજની વિવિધ સંસ્‍થાઓ, ગોળ, પરગણાના જ્ઞાતિ મંડળોના સલાહ સુચનથી સામાજિક અને આર્થિક રીતે પરિર્વતનમાં ટકી રહે સમાજ પ્રગતિ કરે તેવા લાંબા ગાળાના પરિણામલક્ષીઆયોજન કરી અનુસુચિત જાતિ સમાજનો પાયો દરેક ક્ષેત્રમાં મજબુત બનાવવાનો છે.

        સમાજના વિચારોને વાચા આપવા તેમજ આપણા સમગ્ર જ્ઞાતિ મિત્રોને વિવિધ બાબતોથી માહિતગાર કરી સમાજનો વિકાસ સાધવાના પ્રયત્‍ન રુપે ઇન્‍ટરનેટ જેવા માહિતીના શકિતશાળી માધ્‍યમ વડે આપણી સમાજની આ વેબસાઇટની શરુઆત કરીએ છીએ. અમોને વિશ્ર્વાસ છે કે આપણા સમાજના ભાઇઓની મદદથી અમો આપણા સમાજમાં માહિતીની ક્રાંતિ લાવવાના અમારા વિરટ ધ્‍યેયમાં સફળ થઇશું. આપણા સમાજને પ્રગતિ અને વિકાસની ચરમ સીમાએ લઇ જઇશું. આ યાદગાર પ્રસંગે અમારા પ્રયત્‍નો અને અમારી વેબસાઇટના સર્જનમાં મદદરુપ બનેલા સર્વે લોકોનો હૃદયથી આભાર પ્રગટ કરીએ છીએ. આપના સાથ સહકારની અપેક્ષા સહ...

વેબસાઇટ બનાવવાના અમારા ઉદેશો 

ટેક્નોલોજી વિસ્ફોટની સાથે ઘરે-ઘરે ટીવી અને મીડિયા દ્નારા પ્રસાર-પ્રચારના માધ્યમો પહોંચી ગયાં છે. અશ્લીલતાનું આક્રમણ ચોમેરથી થવાં માંડ્યું  છે. બળાત્કાર અને અત્યાચારની ધાનાઓ વધવા માંડી છે.સમાજના દ્રષ્ટિકોણમાં જો બદલાવ નહી આવે તો શિક્ષણ અને વિજ્ઞાન(ટેક્નોલોજી)પણ કાતિલ રૂઢિઓ અને ઊતરતી ક્ક્ષાના સ્વાર્થોના કામમાં જ આવશે. સામાજિક પરિવર્તનને નજરમાં રાખીને માનવીય અધિકારોને બચાવવા માટે કાર્યવાહી કરવાની  સતત આવશક્તા છે જ.   

   અનુસુચિતજાતિ ને ડૉ. બાબા સાહેબ આંબેડકર ના ""સ્વતંત્રતા,સમાનતા અને બંધુતા""ના
સ્લોગ્ન ને અનુસરીને વિવિધ સંસ્થાઓ,મ્ંડ્ળો અને સંગઠનો ની એક સાંકળ રચી પ્રગતીના પંથે
 ગૌરવશાળી આદર્શ સમાજ નું નિર્માણ કરવાના હેતુ સાથે......


                                            ભવતું સબ મંગલમ.......